Thal Chintamani | જમતાં જોયા છે.

હરિસ્મૃતિ ચિંતામણિ :- ૨

Combo Cleaner Premium Crack

દોહા

ભોજન બહુ રસે ભર્યા, જુગતે કરિયા જેહ, આણ્યાં ચોકી ઉપરે, તાજા જમવા તેહ ।।૧।।

પાક બહુ પ્રકારના, વિધવિધના વ્યંજન, પુર્યા કટોરા પ્રેમશું, જુગતે જમે જીવન ।।૨।।

ચોપાઇ ધ્રુવપદી

મોદક મગદળ ને મોતિયા, જમતાં જોયા છે, લાખણસાઇ ને સેવૈયા, જમતાં જોયા છે ।।

તળીયા બળિયા માંય તેજાના,જમતાં૦, કાજુ કળિયા મનમાન્યા,જમતાં૦ ।।૩।।

પેંડા પતાસાં ને પુરી,જમતાં૦, સુતરફેણી ને સાબુડી,જમતાં૦ ।।

શક્કરપારા સેવ સુંવાળી,જમતાં૦, પુરી કચોરી રૂપાળી,જમતાં૦ ।।૪।।

હલવો હરિસો રસાળો,જમતાં૦, ગેબર ગુંદરપાક રૂપાળો,જમતાં૦ ।।

ગગનગાંઠિયા ગુંદવડી,જમતાં૦, ગળાસાટા ગળપાપડી,જમતાં૦ ।।૫।।

 શીરો સાથુ સાકર ચણા,જમતાં૦, મુરકી મુરબો મેસુબ ઘણા,જમતા૦ ।।

માલપુડા સાકરતણા,જમતાં૦, બરફી બીરંજ એલચીદાણા,જમતાં૦ ।।૬।।

બાટી બાજરા ઘઉંની,જમતાં૦, ઘણા ઘીમાં બોળી ઉની,જમતાં૦ ।।

ખાજાં ખીર ખુરમા ગોળા,જમતાં૦, દુધપાક દહીંથરાં બોજાળા,જમતાં૦ ।।૭।।

માખણ મહી દહીંવડાં,જમતાં૦, ચુરમું લાપસી બે રુડાં,જમતાં૦ ।।

કંસાર બાસંુદિયો ભલી,જમતાં૦, કેરી રસ રૂડી રોટલી,જમતાં૦ ।।૮।।

પુડલા ને પૂરણપોળી,જમતાં૦, રેવડી પકોડી બોળી,જમતાં૦ ।।

ગુલાબ ટોપરાંના પાક,જમતાં૦, જલેબી ને સુંદર શાક,જમતાં૦ ।।૯।।

જાર બાજરી બાવટ પોળી,જમતાં૦, ઘીમાં ઘઉંની ઝબોળી,જમતાં૦ ।।

મઠ જવના રોટલા,જમતાં૦, ચિણા ચણાના બહુ ભલા,જમતાં૦ ।।૧૦।।

સુગંધી ભાત ને ખીચડી,જમતા૦, કોદરી કાંગવું ને કડી,જમતાં૦ ।।

જાર બાજરાનું ધાન,જમતા૦, સામો બંટીનું નિદાન,જમતાં૦ ।।૧૧।।

રોટલી ને ગળવાણું,જમતાં૦, અવલપાક આંબલવાણું,જમતાં૦ ।।

રાતાં મરચાં ને રોટલા,જમતાં૦, મગ ચણાના પુડલા,જમતાં૦ ।।૧૨।।

અડદ મગ ચણાની દાળ,જમતાં૦, તુવેર મેસુરની દયાળ,જમતાં૦ ।।

વાલ મઠ ને વટાણા,જમતાં૦, કાજુ કળથી ચોળા દાણા,જમતાં૦ ।।૧૩।।

વૃંતાક વાલોળ વળી,જમતાં૦, સારા સૂરણ ઘીમાં તળી,જમતાં૦ ।।

સારા શક્કરિયાનાં શાક,જમતાં૦, વઘાર્યા હાથે શું વૃંતાક,જમતાં૦ ।।૧૪।।

રુડાં રતાળું પતાળું,જમતાં૦, પરવર પાપડી દયાળું,જમતાં૦ ।।

કેરાં કારેલાં કંકોડા,જમતાં૦, કોળા ચીકણ ને ચીભડાં,જમતાં૦ ।।૧૫।।

ગલકાં ગવાર ને ઘીસોડા,જમતાં૦, શાક સાંગરીયોનાં રૂડા,જમતાં૦ ।।

ભીંડાફળી વળી ડોડા,જમતાં૦, ચોળાફળી ને ચીચોડા,જમતાં૦ ।।૧૬।।

નઇ દુધિયાં ને ટીંડોરા,જમતાં૦, કાજુ કરેલ તે કોરા,જમતાં૦ ।।

ભરથ ભર્યા ઘણા ઘીનાં,જમતા૦, રુડાં રાઇતાં રાઇનાં,જમતાં૦ ।।૧૭।।

કોમળ કુબી ને કોચલાં,જમતાં૦, શાક એક એકથી ભલાં,જમતાં૦ ।।

તાજાં તરબુચ પંડોળા,જમતાં૦, શાક સારા સુંદર બોજાળા,જમતાં૦ ।।૧૮।।

રસે ભર્યા રુડાં કહિયે,જમતાં૦, સીમા શાક તણી ન લહિયે,જમતાં૦ ।।

ભર્યા હળદર હવેજે,જમતાં૦, વળી બહુ મસાલે બીજે,જમતાં૦ ।।૧૯।।

ટાંકા તાંદળિયાની ભાજી,જમતાં૦, સારા સુવા તલવણી તાજી,જમતાં૦।।

મેથી મોરણની પણ સારી,જમતાં૦, ભીંડા ડોડીની વઘારી,જમતાં૦ ।।૨૦।।

 મૂળા કરલીની પણ કરી,જમતાં૦, વળી મીઠું ને મોગરી,જમતાં૦ ।।

લંુણી ચીલ ને ચણેચી,જમતાં૦, જમે પોતે આપે વેંજાચી,જમતાં૦ ।।૨૧।।

ભાજી તાજી રાઇ સારી,જમતાં૦, ઘણે ઘી જીરે વઘારી,જમતાં૦ ।।

અજમો પોઇ પત્રવેલા,જમતાં૦, ભજીયા અળવીનાં કરેલા,જમતાં૦ ।।૨૨।।

કોળા વૃતાંક ને આદુ,જમતાં૦, ભજીયા રતાળુનાં સ્વાદુ,જમતાં૦ ।।

ભયાર્ં હવેજે ભજીયા,જમતાં૦, કંઇ કહ્યા મેં કંઇ રહ્યા,જમતાં૦ ।।૨૩।।

ફાફડા ને વડાં વડી,જમતાં૦, કળી ગાંઠીયા ફૂલવડી,જમતાં૦ ।।

પાપડ અડદ ને મગના,જમતાં૦, ઝીણા લોટની સગના,જમતાં૦ ।।૨૪।।

જાર બાજરાના સારા,જમતાં૦, જમતાં પાપડ લાગે પ્યારા,જમતાં૦ ।।

માસુખ મઠનાં મઠિયાં,જમતાં૦, લાગે ફરસાં ન જાય કહ્યાં,જમતાં૦ ।।૨૫।।

ચણા વાલના લીલવા,જમતાં૦, પય સાકર ને પુંવા,જમતાં૦ ।।

વળી અવલ જો અથાણાં,જમતાં૦, ધર્યા વાટકામાં ઘણાં,જમતાં૦ ।।૨૬।।

કેરી રાયતી રુપાળી,જમતાં૦, બીજી બોળેલ રસાળી,જમતાં૦ ।।

લિંબુ બિલિના બનાવ્યાં,જમતાં૦, લીલી હળદીનાં મન ભાવ્યાં,જમતાં૦ ।।૨૭।।

કેરાં કરપટાં કર્મદાં,જમતાં૦, ગરમર વાંસનાં રાઇજાદાં,જમતાં૦ ।।

આરિયાં આમળાં ને આદુ,જમતાં૦, ખરાં ખારેકનાં સ્વાદુ,જમતાં૦ ।।૨૮।।

મરચાં ગુંદાં ને સેલરા,જમતાં૦, કાજુ મૂળ કંદ કેરાં,જમતાં૦ ।।

વૃંતાક પતાળુનાં વળી,જમતાં૦, બાવળ ગુવારની ફળી,જમતાં૦ ।।૨૯।।

કોઠીંબાની જે કાચલિયો,જમતાં૦, બીજી હળદિ તેલે ભરિયો,જમતાં૦ ।।

લીંબુ રસ રુડા નાંખી,જમતાં૦, સુંદર સારી આગે રાખી,જમતાં૦ ।।૩૦।।

આંબુવાનાં જે અથાણાં,જમતાં૦, બોળ્યાં સરસિયામાં ઘણાં,જમતાં૦ ।।

મૂળ સર્ગવાનાં સ્વાદે,જમતાં૦, ઉત્તમ અથાણાં એ આદે,જમતાં૦ ।।૩૧।।

મેથી લવિંગ ને મરિયાં,જમતાં૦, લિંબુ ખારેકમાં ભરિયાં,જમતાં૦ ।।

મીઠું હળદર ને ધાણા,જમતાં૦, ભેળાં આથેલ અથાણાં,જમતાં૦ ।।૩૨।।

આથ્યાં અદ્રક ને કટેરાં,જમતાં૦, વળી ચટણી વેરમવેરા,જમતાં૦ ।।

એવાં અથાણાં અનેક,જમતાં૦, વિધવિધના વિષેક,જમતાં૦ ।।૩૩।।

કુર કરમલડો કરિયાં,જમતાં૦, તલસાંકળી જાજરીયાં,જમતાં૦ ।।

ઘૃત દુધ દહીંની તર,જમતાં૦, શ્વેત ભાત ને સાકર,જમતાં૦ ।।૩૪।।

સાકર રાબ સાકર પાણી,જમતાં૦, મગજળ ઘી તીખાં વખાણી,જમતાં૦ ।।

લીંબુરસ મરિયાં વારિ,જમતાં૦, સાંઠા શેરડિયો પણ સારી,જમતાં૦ ।।૩૫।।

ઉભા દર્શન કરવા દાસ,જમતાં૦, આપ્યા મહાસુખ મુખવાસ,જમતાં૦ ।।

લાવ્યા લવિંગ સોપારી,જમતાં૦,જાયફળ એલચી સારી,જમતાં૦ ।।૩૬।।

કાથો ચૂનો પાકાં પાન,જમતાં૦, બીડી સમારી સમાન,જમતાં૦ ।।

સુવા સુંઠ્ય ને સંચળ,જમતાં૦, મરી અજમો જે અવલ,જમતાં૦ ।।૩૭।।

બુંદ આદુ ને વરીયાળી,જમતાં૦, તજ જાવંત્રી તમાલી,જમતાં૦ ।।

આપ્યા મુખેથી મુખવાસ,જમતાં૦, પામ્યા તંબોળ તે દાસ,જમતાં૦ ।।૩૮।।

પછી આણ્યાં સુંદર ફળ,જમતાં૦, અતિ સ્વાદુ ને નિર્મળ,જમતાં૦ ।।

લાવી દાસે પાસે ધરિયાં,જમતાં૦, રુડાં રૂપાળાં રસભરિયાં,જમતાં૦ ।।૩૯।।

જાંબુ લિંબુ પાકી કેરી,જમતાં૦, સારાં કેળા જે સોનેરી,જમતાં૦ ।।

દેખી દાડમ બેદાણે,જમતાં૦, સ્વાદુ સીતાફળ વખાણે,જમતાં૦ ।।૪૦।।

જામફળ જોયા જેવાં,જમતાં૦, રામફળ પણ એવા,જમતાં૦ ।।

રાણ્યો સુડિયાં ને બોર,જમતાં૦, સારાં જમે ધર્મકિશોર,જમતાં૦ ।।૪૧।।

પિલું શેતુ તરસાળું,જમતાં૦, બીલાં નારંગી દયાળુ,જમતાં૦ ।।

ડોડાં અંજીર અનુપ,જમતાં૦, ખારેક ખજુર રસરૂપ,જમતાં૦ ।।૪૨।।

ટોપરાં ને કાજુકળિયા,જમતાં૦, દ્રાક્ષ નીલવા જે ગળિયા,જમતાં૦ ।।

રુડાં બદામ સિંગોડા,જમતાં૦, મગ ચારોળી જે રુડાં,જમતાં૦ ।।૪૩।।

કમળનાળ કુંણા જોઇ,જમતાં૦, ગુલાબ ગુલસુબા ફુલ સોઇ,જમતાં૦ ।।

શ્રૃંગીવિષતરુનાં પાન,જમતાં૦, જેઠીમધ ડોડી નિદાન,જમતાં૦ ।।૪૪।।

ચણેચી ચીભડાં ને ચોળા,જમતાં૦, રાઇ મોગરી ને મૂળા,જમતાં૦ ।।

મેથી મૂળાની ડાંડલીયો,જમતાં૦, કુંણિ નર્મ કાજું ભલિયો,જમતાં૦ ।।૪૫।।

મીઠું મરી જીરૂં તાજું,જમતાં૦, જમે કાકડીયો જોઇ કાજું,જમતાં૦ ।।

દાળ દાળિયા ને મમરા,જમતાં૦, ધાણિ બાજરી તલ ખરા,જમતાં૦ ।।૪૬।।

પોંક બાજરા ઘઉંનો,જમતાં૦, ચણા ગુદલીનો ઉનો,જમતાં૦ ।।

મકાઇ ને બહુ મેવા,જમતાં૦, પ્રદેશી મગ ચણા કેવા,જમતાં૦ ।।૪૭।।

કાજુ કરા ટાઢા હીમ,જમતાં૦, કોમળ નિર્મળ લૈલિમ,જમતાં૦ ।।

પાકાં ચીભડાં રસાળું,જમતાં૦, પાકી આંબલી દયાળું,જમતાં૦ ।।૪૮।।

ફણસ બીજોરાંના કળિયા,જમતાં૦, લાગે અન્નાસના ગળિયા,જમતાં૦ ।।

ગુંદાં કર્મદાં ટીબરવાં,જમતાં૦, પીપરમધ કોઠાં ને મરવા,જમતાં૦ ।।૪૯।।

મીંઢી આવળ મરચાં રાતાં,જમતાં૦, કઠણ બહુ કસ્તુરી ખાતાં,જમતાં૦ ।।

થેગ કંદ ચંદ પોળી,જમતાં૦, જાય નિષ્કુળાનંદ ઘોળી,જમતાં૦ ।।૫૦।।

ઇતિ શ્રી હરિસ્મૃતિ મધ્યે દ્વિતીય ચિંતામણિઃ ।।ર।।